વૉચ ફેસ વિશે વિગતવાર જાણકારી

સ્માર્ટવૉચ રાખવાના સૌથી મજેદાર અનુભવોમાંથી એક છે અસંખ્ય વૉચ ફેસ તમારી આંગળીના ટેરવે. પસંદ કરવા માટેના ઘણા બધા વૉચ ફેસ હોવાની સાથે, તેને કેવી રીતે મેળવવા અને કસ્ટમાઇઝ કરવા તે જાણવું પણ મહત્ત્વપૂર્ણ છે. જાણવામાં તમારી સહાય કરવા માટે, વૉચ ફેસ સંબંધિત આવશ્યક હોય એવી થોડી બાબતો અમે સમજાવી રહ્યાં છીએ.

મારી પાસે પહેલાથી કોઈ વૉચ ફેસ ન હોય?

તમારા વૉચ ફેસને તમારા ડિવાઇસની હોમ સ્ક્રીનની જેમ જ ધ્યાનમાં લો. તમારી વૉચ તમને એક સ્ટૅન્ડર્ડ ફેસ સાથે મળે છે, પણ તેમાં દુનિયાભરના ડેવલપરે બનાવેલા બધા પ્રકારના વૉચ ફેસ હોય છે જેમાં રમતગમતથી લઈને આર્ટ અને ક્લાસિક ટાઇમપીસ સુધીના તમામ પ્રકારનો સમાવેશ હોય છે.

હું તે ક્યાંથી મેળવી શકું?

તમારા ફોન પર Play ખોલો અને ખાતરી કરો કે તમે ઍપ વિભાગમાં છો. શોધ બારની બરાબર નીચે આપેલા “કૅટેગરી” ટૅબ પર સ્ક્રોલ કરો, પછી “વૉચ ફેસ” પર ટૅપ કરો અને પસંદ કરો. ત્યાં તમે મિનિમલિસ્ટ, આર્ટિસ્ટિક, બૉટેનિકલ સહિત વિવિધ કૅટેગરીના વૉચ ફેસના સંગ્રહો પર બ્રાઉઝ કરી શકો છો.

તમે “મૉડર્ન” કે “ઝૉડિઍક” જેવા શબ્દોનો ઉપયોગ કરીને, પછી શોધ બારની બરાબર નીચે આપેલા “આ ડિવાઇસ”થી તમારી વૉચ પર સ્વિચ કરીને અને વૉચ ફેસ ફિલ્ટર લાગુ કરીને પણ વૉચ ફેસ શોધી શકો છો. પરિણામોને રેટિંગ મુજબ રિફાઇન કરો, પછી ભલે તે પ્રીમિયમ (સશુલ્ક) હોય અને બીજું ઘણું.

શું તમારી વૉચ પર બ્રાઉઝ કરવાનું પસંદ કરો છો? તમારી વૉચ પર Play ખોલો અને બૃહદદર્શક કાચ પર ટૅપ કરો. પછી તમારી ક્વેરીમાં "વૉચ ફેસ" શામેલ કરો અથવા શોધ બારની નીચે "વૉચ ફેસ" પર ટૅપ કરો. તમે કોઈ એક ફેસ પસંદ કરી લો, તે પછી તેને સીધા તમારી વૉચ પર ડાઉનલોડ કરો.

હું વૉચ ફેસને કેવી રીતે સ્વિચ કરી શકું?

તમે તમારી વૉચ પર ઘણા બધા અલગ-અલગ વૉચ ફેસ સ્ટોર કરીને તેમની વચ્ચે સરળતાથી સ્વૉપ કરી શકો છો. તમારા હાલના વૉચ ફેસ પર થોડીવાર આંગળી દબાવી રાખવાથી તમને તાજેતરમાં વપરાયેલા વૉચ ફેસનો સંગ્રહ જોવા મળશે (તમારા બધા વૉચ ફેસને ઍક્સેસ કરવા વત્તાના ચિહ્ન પર ટૅપ કરો). તમારા વિવિધ વૉચ ફેસ પર સ્ક્રોલ કરીને તમારા મૂડ મુજબના ફેસ પર ટૅપ કરો.

વૈકલ્પિક રીતે, તમારી વૉચની સંલગ્ન ફોન ઍપનો ઉપયોગ કરો, જ્યાં તમને તમારા ડાઉનલોડ કરેલા વૉચ ફેસ જોવા મળી શકે છે અને તમારે પહેરવો હોય તે ફેસ પસંદ કરી શકો છો.

શું હું તેને કસ્ટમાઇઝ કરી શકું?

એવા ઘણા બધા વૉચ ફેસ છે જેને તમે કસ્ટમાઇઝ કરી શકો છો. તમારી વૉચની સાથી ઍપના વૉચ ફેસ વિભાગમાં જાઓ અને તમે જેમાં ફેરફાર કરવા માગો છો તે વૉચ ફેસ પસંદ કરો. ફેસના આધારે, તમે રંગ અને નંબરની ડિઝાઇન જેવી વસ્તુઓમાં ફેરફાર કરી શકો છો. કયા કૉમ્પ્લિકેશન બતાવવામાં આવે તે પણ તમે પસંદ કરી શકો છો, જેમાં ચાલવાના પગલાંની સંખ્યા, હૃદયના ધબકારા, તારીખ વગેરેનો સમાવેશ છે.

સીધા તમારી વૉચમાંથી તમારો વૉચ ફેસ બદલવા માટે, તે વૉચ ફેસ પર થોડીવાર આંગળી દબાવી રાખો, તે પછી સેટિંગ આઇકન અથવા “કસ્ટમાઇઝ કરો” પર ટૅપ કરો. ત્યાંથી તમારી પસંદગી મુજબનો ફેસ બનાવવાનું સરળ છે.
વૉચ ફેસ એ માત્ર ફેશનના રૂપમાં પસંદ કરવા સિવાય પણ ઘણું છે. તે કોઈ ખાસ તહેવારની ઉજવણી કરવાની, પ્રિયજનો પ્રત્યેનો હેત દર્શાવવાની અને તમારા વ્યક્તિગત ડેટાનું સક્રિય રીતે નિરીક્ષણ કરવાની એક રીત હોઈ શકે. હવે તમે વૉચ ફેસ વિશેની મૂળભૂત બાબતો જાણી લીધી હોવાથી બસ આગળ વધો અને આકર્ષક ફેસ પસંદ કરો.